wawman buDi - Lokgeeto | RekhtaGujarati

વાવમાં બૂડી

wawman buDi

વાવમાં બૂડી

માડી, સેંજલ પાણી ગઈ’તી, પગથિયે પગ ધોતી.

પગ ધોતાં તે લપસીને બૂડી રે;

માડી, સેંજલ વાવમાં બૂડી રે.

મારા પગ કેરાં કડલાં રે, મારી બેનીને જઈ દેજો;

માડી, સેંજલ વાવમાં બૂડી રે.

મારી ઢીંગલી કેરાં પોતિયાં રે, મારી ગોઠણુંને દેજો;

માડી, સેંજલ વાવમાં બૂડી રે.

મારૂં ડોક કેરૂં દાણિયું રે, મારી બેનીને જઈ દેજો;

માડી, સેંજલ વાવમાં બૂડી રે.

મારી નાક કેરી નથડી રે, મારી ભોજાઈયુંને જઈ દેજો;

માડી, સેંજલ વાવમાં બૂડી રે.

મારી ફાટી તૂટી ઓઢણી રે, મારી શોક્યને જઈ દેજો;

માડી, સેંજલ વાવમાં બૂડી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 239)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ઉજમશી છ. પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968