pani pine nat puchhni - Lokgeeto | RekhtaGujarati

પાણી પીને નાત પૂછની

pani pine nat puchhni

પાણી પીને નાત પૂછની

પાણી પીને નાત પૂછની

આવી રૂડી સરોવરિયાની પાળ,

કે પાળે બેઠું બગલું રે લોલ.

બગલું ઊડી ગયું અસમાન,

કે પગલું રૈ ગયું રે લોલ.

રાજાજી શિકાર રમવા નીસરા,

કે વન ભૂલે પડ્યા રે લોલ.

રાજાજીને વનમેં લાગી તરસ,

કે નીર ચ્યાંથી લાવશું રે લોલ.

રાજાજીએ ઝાડે ચઢી નીર જોયાં,

કે સમડાં ભમતાં રે લોલ.

રાજાજીએ નીચે ઊતરી ઘોડો ઠોક્યો,

કે ગઢ પાવા ભણી રે લોલ.

રાવળિયોના સોનાનાં છે બેડાં,

કે રૂપલા ઢાંકણી રે લોલ.

રાજાજીએ હાથે ઊઘેડી નીર પીધાં,

પછી નાત પૂછિયાં રે લોલ.

હલા છોરા! કેનો છે તું સૂબો?

સોના બેડાં વટાળિયાં રે લોલ.

હલી! છોરી કેની છે તું નાર!

સામા બોલ બોલતી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 193)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957