pani gai’ti - Lokgeeto | RekhtaGujarati

પાણી ગઈ’તી

pani gai’ti

પાણી ગઈ’તી

સોના બેડું ને રૂપા ઈંઢોણી લઈ હું તો, સરોવર પાણી ગઈ’તી રે લોલ,

મેં તો બેડું મેલ્યું સરોવર પાળે, ને ઈંઢોણી આંબા ડાળે રે લોલ,

હું તો સરોવર પાણી ગઈ’તી રે લોલ.

હું તો ઝટપટ ફૂલ લેવા વાડીએ સધાવી, ચંપાનાં ફૂલ વીણી લાવી રે લોલ,

ફૂલડાં લઈ હું ઘેર આવી, તેની બનાવી ફૂલમાળા રે લોલ,

હું તો સરોવર પામી ગઈ’તી રે લોલ.

ફૂલની માળા મેં વીરને પે’રાવી, વીરો બન્યો ઉલ્લાસી રે લોલ,

સોનાનું બેડું ને રૂપા ઈંઢોણી લઈ, હું તો સરોવર પાણી ગઈ’તી રે લોલ,

હું તો સરોવર પાણી ગઈ’તી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 221)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968