pani gyan’tan jal jamnane aare re - Lokgeeto | RekhtaGujarati

પાણી ગ્યાં’તાં જલ જમનાને આરે રે

pani gyan’tan jal jamnane aare re

પાણી ગ્યાં’તાં જલ જમનાને આરે રે

પાણી ગ્યાં’તાં જલ જમનાને આરે રે,

કાંઠે ઊભો કાનુડો દાણી, મારી ગાગરમાં કાંકરી મારી રે;

કા’ન, કરજે કાંકરીનો ચારો, મારી કોરી ગાગર નંદવાશે રે;

ઘેર જાશું તો સસરો ખીજાશે,

મારી સાસુડીના અવરા બોલ, બોલ બોલે ને દલ મારૂં દાજે રે.

પાણી ગ્યાંતાં જલ જમનાને આરે રે,

કાંઠે ઉભો કાનુડો દાણી, મારી ગાગરમાં કાંકરી મારે રે;

કા’ન, કરજે કાંકરીનો ચારો, મારી કોરી ગાગર નંદવાશે રે;

ઘેર જાશું તો જેઠજી ખીજાશે,

મારી જેઠાણીના અવરા બોલ, બોલ બોલે ને દલ મારૂં દાજે રે.

પાણી ગ્યાં’તાં જલ જમનાને આરે રે,

કાંઠે ઉભો કાનુડો દાણી, મારી ગાગરમાં કાંકરી મારે રે;

કા’ન કરજે કાંકરીનો ચારો, મારી કોરી ગાગર નંદવાશે રે;

ઘેર જાશું તો દેરજી ખીજાશે,

મારી દેરાણીના અવરા બોલ, બોલ બોલે ને દલ મારૂં દાજે રે.

પાણી ગ્યાં’તાં જલ જમનાને આરે રે,

કાંઠે ઉભો કાનુડો દાણી, મારી ગાગરમાં કાંકરી મારે રે;

કા’ન, કરજે કાંકીનો ચારો, મારી કોરી ગાગર નંદવાશે રે;

ઘેર જાશું તો પરણ્યો ખીજાશે,

મારી નણદીના અવરા બોલ, બોલ બોલે ને દલ મારૂં દાજે રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 217)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966