nindar - Lokgeeto | RekhtaGujarati

નિંદર

nindar

નિંદર

અલી પાંદડી આવજે ના વહેલી;

મારૂં ઘુમટે ઘેરાઈ જાય રે મુખડુ, અલબેલી!

અલી પાંદડી, આવજે વહેલી!

અલી વાદળી, આવજે ના વહેલી;

મારી ઝટપટ ધોવાઈ જાય રે, પાનીઓ રંગેલી!

એલી પાંદડી, આવજે ના વહેલી?

અલી વીજળી, આવજે ના વહેલી,

મારી થરથર કંપે કાય રે, પાંદડીમાં પોઢેલી;

અલી પાંદડી, આવજે વહેલી!

અલી માલણાં, આવજે ના વહેલી;

મારી નિંદર નાસી જાય રે, અધવચ આવેલી;

અલી પાંદડી, આવજે ના વહેલી?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968