પતરવેલિયાં
patarweliyan
હું તો પૈસાનાં લાવી પતરવેલિયાં રે લોલ!
મેં તો ચણાનો લોટ ભરી બાફીઆં રે લોલ!
મેં તો તેલ ને હીંગથી વઘારીઆં રે લોલ!
મેં તો ચંદ્રીકાવઉને નોતરૂં આપિયું રે લોલ!
એણે જમ્યાનો નો રાખ્યો પાર!
મેં તો હોંશે બનાવ્યાં પતરવેલિયાં રે લોલ!
મેં તો પૈસાનાં લીધાં પતરવેલિયાં રે લોલ!
મેં તો ચણાનો લોટ ભરી બાફીઆં રે લોલ!
મેં તો તેલ ને હીંગથી વધારીઆં રે લોલ!
મેં તો ભારતીવઉને નોતરૂં આપિયું રે લોલ!
એણે જમ્યાનો નો રાખ્યો પાર!
મેં તો હોંશે બનાવ્યાં પતરવેલિયાં રે લોલ!
મેં તો પૈસાનાં લીધાં પતરવેલિયાં રે લોલ!
મેં તો ચણાનો લોટ ભરી બાફીઆં રે લોલ!
મેં તો તેલ, ને હીંગથી વધારીઆં રે લોલ!
મેં તો વિમળાવઉને નોતરૂં આપિયું રે લોલ!
એણે જમ્યાનો નો રાખ્યો પાર!
મેં તો હોંશે બનાવ્યાં પતરવેલિયાં રે લોલ!
hun to paisanan lawi patarweliyan re lol!
mein to chanano lot bhari baphian re lol!
mein to tel ne hingthi wagharian re lol!
mein to chandrikawaune notrun apiyun re lol!
ene jamyano no rakhyo par!
mein to honshe banawyan patarweliyan re lol!
mein to paisanan lidhan patarweliyan re lol!

mein to tel ne hingthi wadharian re lol!
mein to bhartiwaune notrun apiyun re lol!

mein to tel, ne hingthi wadharian re lol!
mein to wimlawaune notrun apiyun re lol!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 53)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968