meindi - Lokgeeto | RekhtaGujarati

મેંદી

meindi

મેંદી

મેંદી, મેંદી, મેંદી, મેં થાળ ભરીને છૂંદી લાલ મેંદી!

મારા દાદાજી આવે, મને દીકરી કહી બોલાવે, લાલ મેંદી!

મેંદી, મેંદી, મેંદી, મેં થાળ ભરી ને છૂંદી, લાલ મેંદી!

મારા વીરજી આવે, મને બેન કહી બોલાવે, લાલ મેંદી!

મેંદી, મેંદી, મેંદી, મેં થાળ ભરીને છૂંદી, લાલ મેંદી!

મારા ભાઈનો છૈયો આવે, મને ફઈ કહી બોલાવે, લાલ મેંદી!

મેંદી, મેંદી, મેંદી, મેં થાળ ભરીને છુંદી, લાલ મેંદી!

મારાં મામા મામી આવે. મને ભાણી કહી બોલાવે, લાલ મેંદી!

મેંદી, મેંદી, મેંદી, મેં થાળ ભરીને છૂંદી, લાલ મેંદી!