કાજુ-કેવડો
kaju kewDo
મારા આંગણિએ કાજુ કેવડો
મારી વાડીમાં નાગર વેલ રે; ચમકે કાજુ કેવડો!
મારે કિયા ભાઈ કાજુ કેવડો,
મારે કિયા વઉ નાગર વેલ રે? ચમકે કાજુ કેવડો!
મારે વાડીભાઈ કાજુ કેવડો,
કંચન વઉ નાગર વેલ રે; ચમકે કાજુ કેવડો!
નાગર વેલને ઝાઝાં પાન રે,
મારે વાડીભાઈના ઝાઝાં માન રે; ચમકે કાજુ કેવડો!
નાગર વેલ છે મોટી વેલ રે,
મારે કંચન વઉને માથે હેલ રે, ચમકે કાજુ કેવડો!
મારા આંગણિયે કાજુ કેવડો;
મારી વાડીમાં નાગર વેલ રે, ચમકે કાજુ કેવડો!
mara anganiye kaju kewDo
mari waDiman nagar wel re; chamke kaju kewDo!
mare kiya bhai kaju kewDo,
mare kiya wau nagar wel re? chamke kaju kewDo!
mare waDibhai kaju kewDo,
kanchan wau nagar wel re; chamke kaju kewDo!
nagar welne jhajhan pan re,
mare waDibhaina jhajhan man re; chamke kaju kewDo!
nagar wel chhe moti wel re,
mare kanchan waune mathe hel re, chamke kaju kewDo!
mara anganiye kaju kewDo;
mari waDiman nagar wel re, chamke kaju kewDo!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 50)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968