panchakDa - Lokgeeto | RekhtaGujarati

પાંચકડા

panchakDa

પાંચકડા

[1]

હરિ તારા પાંચ પાંચકડા ગાવીં,

પરભુજીના ટાંટિયે વળગ્યાં જાવીં.

કોઈને કરડ્યો મકોડો, ને કોઈને કરડી કીડી,

એક સળગાવ્યું ‘લાઈટર’ ને પાંચે પીધી બીડી.

હરિ તારા પાંચકડા.

[2]

ભવાન પટેલે ભેંશ લીધી ને, મોટા શીંગે મોયા,

બોઘડું લઈને દોવા બેઠા ને, પોકે પોકે રોયા.

હરિ તારા પાંચકડા.

કંઠસ્થઃ પ્રતાપ દાનસિંહ ચાવડા (જલાલપુર)

[3]

હરિ તારા પાંચ પાંચકડા ગાવીં,

પરભુજીના ટાંટિયે વળગ્યાં જાવીં.

નોંઘણવદર રમવા ગ્યા’ તંઈ ઝમકુ ફૂઈએ જાણ્યું,

ત્રણ વચાળ એક ગોદડું આપ્યું અમે રાત બધી તાણ્યું.

હરિ તારા પાંચકડા.

[4]

સારું ગામ સરેવડીને, પાદર ઝાઝાં કૂવા,

બાયું એટલી ભક્તાણીને, આદમી એટલાં ભૂવા.

હરિ તારા પાંચકડા.

[5]

કોઈ ખાય ગોળ ને કોઈ ખાય સાકર.

સાંભળનારનું ભલું કરે, મંદિરવાળો ઠાકર.

હરિ તારા પાંચકડા.

(કંઠસ્થઃ નારણભાઈ મકવાણા, ભાવનગર)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 241)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ