panch panano waD ugiyo re - Lokgeeto | RekhtaGujarati

પાંચ પાનાનો વડ ઉગીયો રે

panch panano waD ugiyo re

પાંચ પાનાનો વડ ઉગીયો રે

પાંચ પાનાનો વડ ઉગીયો રે, મોરા રાજ!

ગંગાબેન બાપાને વીનવે રે, મારા રાજ!

બેની બાપને ખોળલે પરણાવ, ફલીબેને ખોળલે પરણાવ

મેં જાણ્યું કેસર ઉડસે, રે મોરા રાજ!

પાંચ પાનાનો વડ ઉગ્યો રે, મોરા રાજ!

બાપા મને હરકે પરણાવ, મેં તો જાણ્યું કેસર ઉડશે રે, મારા રાજ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963