panch paDa mein to joshi gher moklaya re - Lokgeeto | RekhtaGujarati

પાંચ પડા મેં તો જોશી ઘેર મોકલાયા રે

panch paDa mein to joshi gher moklaya re

પાંચ પડા મેં તો જોશી ઘેર મોકલાયા રે

પાંચ પડા મેં તો જોશી ઘેર મોકલાયા રે!

ભૈ રે જોશીડા! વીરા જોશ જી આલ.

પૈણે વાસુદેવનંદ,

પૂનમ કેરો ચંદ,

મોતીસરી લૂંબ,

દીવાસેરી સેજ;

કે જળાંવળાં અજવાળાં.

પાંચ પડા મેં તો દોશી ઘેર મોકલાયા રે!

ભૈ રે દોશીડા! વીરા ચૂંદડીઓ લઈ વેલો આય.

પૈણે વાસુદેવનંદ,

પૂનમ કેરો ચંદ,

મોતીસરી લૂંબ,

દીવાસેરી સેજ;

કે જળાંવળાં અજવાળાં.

પાંચ પડા મેં તો મણિયારી ઘેર મોકલાયા રે!

ભૈ રે મણિયારી! વીરા ચૂડલો લઈ વેલો આય.

પૈણે વાસુદેવનંદ,

પૂનમ કેરો ચંદ,

મોતીસરી લૂંબ,

દીવાસેરી સેજ;

કે જળાંવળાં અજવાળાં.

પાંચ પડા મેં તો સોનીડા ઘેર મોકલાયા રે!

ભૈ રે સોનીડા! વીરા કડલાં લઈ વેલો આય.

પૈણે વાસુદેવનંદ,

પૂનમ કેરો ચંદ,

મોતીસરી લૂંબ,

દીવાસેરી સેજ;

કે જળાંવળાં અજવાળાં.

પાંચ પડા મેં તો માળીડા ઘેર મોકલાયા રે!

ભૈ રે માળીડા! વીરા મોળિયાં લઈ વેલો આય.

પૈણે વાસુદેવનંદ,

પૂનમ કેરો ચંદ,

મોતીસરી લૂંબ,

દીવાસેરી સેજ;

કે જળાંવળાં અજવાળાં.

પાંચ પડા મેં તો ખેરાદી ઘેર મોકલાયા રે!

ભૈ રે ખેરાદી! વીરા ટીલડીઓ લઈ વેલો આય.

પૈણે વાસુદેવનંદ,

પૂનમ કેરો ચંદ,

મોતીસરી લૂંબ,

દીવાસેરી સેજ;

કે જળાંવળાં અજવાળાં.

પાંચ પડા મેં તો મોચીડા ઘેર મોકલાયા રે!

ભૈ રે મોચીડા! વીરા મોજડીઓ લઈ વેલો આય.

પૈણે વાસુદેવનંદ,

પૂનમ કેરો ચંદ,

મોતીસરી લૂંબ,

દીવાસેરી સેજ;

કે જળાંવળાં અજવાળાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 255)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957