palaw pathrun - Lokgeeto | RekhtaGujarati

પાલવ પાથરૂં

palaw pathrun

પાલવ પાથરૂં

ગોકુળ ગઢથી મહિયારી ઊતરી રે લોલ,

મારી મહીની મટુડી ફૂટશે રે;

અળગા રહો, પાલવ પાથરું જો.

કા’ના, મારે તે ઘેર રાંધે લાપસી રે લોલ,

તું તો રાબડીનો પીનાર રે;

અળગા રહો, પાલવ પાથરું જો.

કા’ના, મારે ઓઢણ ચંપા ચુંદડી રે લોલ,

તું છે કાળી કામળીનો ઓઢણનારો રે;

અળગા રહો, પાલવ પાથરું જો.

કા’ના, મારે પોઢણ લાલ ઢોલિયા રે લોલ,

તું તો ટૂટી ખાટલીનો પોઢનારો રે;

અળગા રહો, પાલવ પાથરું જો.