paisa ki paisa bhari laun - Lokgeeto | RekhtaGujarati

પઈસા કી પઈસા ભરી લાઉં

paisa ki paisa bhari laun

પઈસા કી પઈસા ભરી લાઉં

પઈસા કી પઈસા ભરી લાઉં, અસલ માલવાસું લાઉં,

મારા સત્તીસ સાઈબાને ભરભર હુક્કા પાઉં;

મારી રસીલી તમાભું.

થેં રસીલી તમાખું પીવે, તો મ્હું ચુલ્હે આગ બુઝાઉંગી,

મત પીઓ.—

થૂં ચૂલ્લે આગ બૂઝાવે, તો મ્હું ધૂણીમેં લકડ લગાઊંગા,

ભલ પીઉં મારી રસીલી તમાખું.

થેં ધૂણીમેં લકડ લગાઓ, નો મ્હું ચૂકલ્યા ભરભર લાઉંગી;

મત પીઓ.—

થૂં ચૂકલ્યા ભરભર લાવે, તો મ્હું જૂતા ફાગા ઉડાઉંગા,

ભલ પીઉ મારી રસીલી તમાખું.

થેં જૂતા ફાગ ઉડાઓ, તો મ્હું પોરિયે ભગ જાઉંગી;

મત પીઓ.—

થૂં પોરિયે ભગ જાવેગી, તો ઘેરમેં પાછી લાઉંગા,

ભલ પીઉ મારી રસીલી તમાખું.

થેં ઘરમેં પાછી લાઓ, તો મેં ચીડિયા બન ઉડ જાઉંગી;

દિલ્લીમેં રમ જાઉંગી, ઔર કદી પાછી આઉંગી;

મત પીઓ.—

થૂં દિલ્લીમેં રમ જાવેગી, તો મૈં શકરો બણને આઉંગા,

ઔર એક ઝટમેં લાઉંગા, ભલ પીઉં મારી રસીલી તમાખું;

એક ઝાટો મેં લાઓગા, તો મ્હું હરણી બન ભગ જાઉંગી,

ઔર જંગલમેં રમ જાઉંગી.

થૂં જંગલમેં રમ જાવેગી, તો, મ્હું લાલ શિકારી બણ આઉંગા,

ગોલી દે દે મારુંગા, પેર ઘાલ બગલમેં લાઉંગા;

ખૂંટે પર ટાંગુગા, થારી નકલ્યા ખાલ પડાઉંગા,

નેની ગેની છમૂંગા; ભલ પીઉં મારી રસીલી તમાખું;

થેં નેની ગેની છૂંમો તો મ્હું હરણી વે ધસ જાઉંગી,

પીઉલા મેં રેઉંગા, કદી હાથ આઉંગી

તૂં હરણી વે ધસ જાવેગી, તો મેં કાલવેલ્યો બણ જાઉંગા,

બંસીકી લેર સુણાઉંગા, ઘાલ ઝાબડે લાઉંગા;

ભલ પીઉં મારી રસીલી તમાખું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966