paheli wadhaw chanda surajne re beni - Lokgeeto | RekhtaGujarati

પહેલી વધાવ ચાંદા સુરજને રે બેની

paheli wadhaw chanda surajne re beni

પહેલી વધાવ ચાંદા સુરજને રે બેની

પહેલી વધાવ ચાંદા સુરજને રે બેની,

પછી વધાવ મારી ઘેર રે.

ઘેર વધાવતી મારી બેનડી,

તારો સુખી રહે ભરથાર રે.

રમતી ઘેર વધાવનારી,

બેની કાશી ગીયાનાં પૂર રે.

પહેલી વધાવ ચાંદા સૂરજને રે બેની,

પછી વધાવ મારી ઘેર રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 198)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966