pachheDi - Lokgeeto | RekhtaGujarati

પછેડી

pachheDi

પછેડી

આવી’તી માલણ ફૂલડાં લઈ,

કા’નાની પછેડી લેતી ગઈ.

કા’નાની પછેડીએ નવલખી ભાત,

કા’નો ઓઢે દી ને રાત.

ઓશીકે મેલીને કા’ન પાંગતે જુએ,

પછેડી વિના કા’ન ધ્રૂસકે રુએ.

તેડાવો માલણ બોલાવો બોલ,

તેં કેમ દૂભ્યા શ્રી રણછોડ!

રસપ્રદ તથ્યો

હાલરડામાં પ્રત્યેક કડીને છેડે ‘ઓળોળોળો હાલ્ય...હાલાં’ બોલવાનું હોય છે. (છાપતી વખતે એ રાખ્યું નથી.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959