ઓય મૈયારી ઢેલડી!
oy maiyari DhelDi!
ઓય મૈયારી ઢેલડી! ડોસીડો આવે તમારી ડેલીએ;
ઓય મૈયારી ઢેલડી! ચૂંદડીઓ લાવે તમારે કારણે;
ઓય મૈયારી ઢેલડી! ચૂંદડીઓનું કોણ કરે મૂલ?
મૈયારી ઢેલડી! પાણીડાં ભરવાને આરો વેગરો!
ઓય મૈયારી ઢેલડી! સોનીડો આવે તમારી ડેલીએ;
ઓય મૈયારી ઢેલડી! સાંકળાં લાવે તમારે કારણે;
ઓય મૈયારી ઢેલડી! સાંકળાંનું કોણ કરે મૂલ?
મૈયારી ઢેલડી! પાણીડાં ભરવાને આરો વેગરો!
ઓય મૈયારી ઢેલડી! મણિયારી આવે તમારે ડેલીએ;
ઓય મૈયારી ઢેલડી! ચૂડીલો લાવે તમારે કારણે;
ઓય મૈયારી ઢેલડી! ચૂડીલાનું કોણ કરે મૂલ?
મૈયારી ઢેલડી! પાણીડાં ભરવાને આરો વેગરો!
oy maiyari DhelDi! DosiDo aawe tamari Deliye;
oy maiyari DhelDi! chundDio lawe tamare karne;
oy maiyari DhelDi! chundDionun kon kare mool?
maiyari DhelDi! paniDan bharwane aaro wegro!
oy maiyari DhelDi! soniDo aawe tamari Deliye;
oy maiyari DhelDi! sanklan lawe tamare karne;
oy maiyari DhelDi! sanklannun kon kare mool?

oy maiyari DhelDi! maniyari aawe tamare Deliye;
oy maiyari DhelDi! chuDilo lawe tamare karne;
oy maiyari DhelDi! chuDilanun kon kare mool?

નાનેરી વહુના મૃત્યુ પ્રસંગે ગવાતાં માતમમાં ‘વહુ’ માટે “મૈયારી ઢેલડી” જેવું સંબોધન વપરાયું છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 138)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964