otarkhanD ajodhya - Lokgeeto | RekhtaGujarati

ઓતરખંડ અજોધ્યા

otarkhanD ajodhya

ઓતરખંડ અજોધ્યા

ઓતરખંડ અજોધ્યા વખાણમાં જી રે.

ત્યાં કઈ દશરથ ભોગવે રાજ, દશરથ પેટ વાંઝીયા રે.

રાજા દશરથને બબ્બે રાણીયુંજી રે કેગાને કૌશલ્યા નાર.

રાજા દશરથનો અંગુઠો પાકીયો જી રે.

અંગુઠો પાકીયો કંઈ પીડા બહુ થાય.

દશરથ પેટ વાંઝીયા જી રે.

રાણી કૌશલ્યાએ અંગુઠો મુખે ધર્યો રે!

અંગુઠો ફાટ્યો છે અધમરાત, દશરથ પેટ વાંઝીયા રે!

રાણી કૌશલ્યા કોગળો કરવા ઉઠ્યાજી રે

રાણી કેગાએ મુખે ધરીયો જી રે

રાજા દશરથને મુર્છાયું વળીજી રે

માગો માગો વચન અમે આપશું રે!

માગુ માગુ પુતર પારણા જી રે!

માગુ માગુ વહઆરૂની જોડ્ય રે!

રાજા દશરસ્થ પેટ પરહર્યા જી રે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ ડી. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963