ori juwar ne ugyo - Lokgeeto | RekhtaGujarati

ઓરી જુવાર ને ઊગ્યો

ori juwar ne ugyo

ઓરી જુવાર ને ઊગ્યો

ઓરી જુવાર ને ઊગ્યો છે બાજરો દીઓરિયા!

માળો રાખવા કોણ જાય રે દીઓરિયા!

માળો રાખવા હું જાઉં રે દીઓરિયા!

માળો ઘાલ્યો છે ભલી ભાતનો દીઓરિયા!

ટાઢો રોટલો ને ઉપર ભાજી દીઓરિયા!

લીલી ગોફણ ને પીળા વાલિયા દીઓરિયા!

પહેલે ગોરે તો કાગ મારિયો દીઓરિયા!

બીજો મારું તો જાગ પાધરો દીઓરિયા!

વાગ્યો સસરાજીની ટાલમાં દીઓરિયા!

આંખો મીંચીને ડોળા ફેરવે દીઓરિયા!

રસપ્રદ તથ્યો

આ ગીત સુરત જિલ્લામાં દરિયાકાંઠાના કોળી સમુદાયમાં ગવાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959