niche loDhun ne upar lakaDun - Lokgeeto | RekhtaGujarati

નીચે લોઢું ને ઉપર લાકડું

niche loDhun ne upar lakaDun

નીચે લોઢું ને ઉપર લાકડું

નીચે લોઢું ને ઉપર લાકડું રે લોલ!

રે ચંદરિયામાં ઉડ્યા વાર રે ઉડતી દેરી! રામાદે તારજો રે.

રામદે પીરના ઉતર ઓરડા રે લોલ!

વીરમદેવને મેડીયુંના મોલ રે ઊડતી દેરી! રામાદે તારજો રે.

રામદેપીરને દાતણ દાડમ કેરી નાખ રે લોલ!

વીરમદેવને કરણની ઝાલ રે ઊડતી દેરી! રામાદે તારજો રે.

રામદેપીરને નાવણ કુંડીયું રે લોલ!

વીરમદેવને નદીયુંના નીર રે ઊડતી દેરી! રામાદે તારજો રે.

રામદેપીરને ભોજન લાપસી રે લોલ!

વીરમદેવને કડીયલ દૂધ રે ઊડતી દેરી! રામાદે તારજો રે.

રામદેપીરને પોઢી ઢોલીયા રે લોલ!

વીરમદેવને હીંડોળાની ખાટ રે ઊડતી દેરી! રામાદે તારજો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964