nawala wewi aawya naw jan - Lokgeeto | RekhtaGujarati

નવલા વેવઈ આવ્યા નવ જણ

nawala wewi aawya naw jan

નવલા વેવઈ આવ્યા નવ જણ

નવલા વેવઈ આવ્યા નવ જણ,

આવી ઓટલે બેઠા.

ખાસડાં મેલ્યાં ખાટલે,

આવી ઓટલે બેઠા.

એવા તે વેવઈ મૂર્ખા,

બેસણ બેસી ના જાણ્યા.

તેડાવો અમરસંગ ચતુરને,

બેસણ બેસી દેખાડે.

ખાસડાં મેલાં ઓટલે,

ઓટલે બેઠા...નવલા વેવઈ.

દાળના વાળ્યા કોળીયા,

કંસાર લીધો સૈડકે.

એવા તે વેવઈ મૂર્ખા,

જમણ જમી ના જાણ્યાં.

તેડાવો પર વતસંગ ચતુરને,

જમણ જમી દેખાડે.

કંસારના વાળીયા કોળીયા,

દાળને સૈડકે લીધી...નવલા વેવઈ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, ભગત કાંતાબહેન, ભગત જયંતકુમાર એન. સરગી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964