nathu ke lakhamu be bhai - Lokgeeto | RekhtaGujarati

નાથુ કે લખમુ બે ભાઈ

nathu ke lakhamu be bhai

નાથુ કે લખમુ બે ભાઈ

નાથુ કે લખમુ બે ભાઈ હે મારી હેલી રે

બે ભાયોની જોડ વાજી રઈ હે મારી હેલી રે

કાંરે ભાયો રઈને કેવું બોલે મારી હેલી રે

વાગડમાં તે આપણી સોથેં મારી હેલી રે

હેંડોને બાયો સોથેં લેવા જવું મારી હેલી રે

કાંરે ભાયો હરીકા હબાજો મારી હેલી રે

કાંરે ભાયો કાં ભેળા થહું મારી હેલી રે

કે નાથાની પડહાળે મારી હેલી રે

કાંરે ભાયા હાયાને હબાયા મારી હેલી રે

કાંરે ભાયો હકનીયા વચારો મારી હેલી રે

કાંરે ભાયો ડાબી કાક કરોળે મારી હેલી રે

કાંરે બાયો જમણી રૂપા રેલે મારી હેલી રે

કાંરે ભાયો લોઈનાં પાયરાં પડે મારી હેલી રે

કાંરે ભાયો નાથાની પડહાળે મારી હેલી રે

કાંરે ભાયો નાથોબાઈ કાં ગયો મારી હેલી રે

નાથાવાળી બાયડી રઈને બોલે મારી હેલી રે

કાંરે ભાયો આવો ભાવો કરે મારી હેલી રે

કાંરે ભાયો ઉકો પાણી પૂછે મારી હેલી રે

કાંરે ભાયો તહાંતે નીહેરા મારી હેલી રે

કાંરે ભાયો કૂવે જઈને લાજા મારી હેલી રે

કાંરે ભાયો લળી મજરો કરે મારી હેલી રે

કાંરે ભાયો રઈને કેવું બોલે મારી હેલી રે

કેમરે ભાયો શું રે પડી કાંમો મારી હેલી રે

બાવસી મારા તોડીક રજા આપો મારી હેલી રે

કાંરે ભાયો રજા તો ની મળે મારી હેલી રે

કાંરે ભાયો તૈહાતો નીહેર્યા મારી હેલી રે

બેડગું ને નેહાતું વાજી રહ્યું મારી હેલી રે

કાંરે ભાયો તાં જઈ દાબો માર્યો મારી હેલી રે

કાંરે ભાયો અરધી કે અધ રાતે મારી હેલી રે

કાંરે ભાયો રોઇડુ ને હેડોળુ મારી હેલી રે

કાંરે ભાયો ગાંમાં લુટી લીધાં મારી હેલી રે

રસપ્રદ તથ્યો

ખેડાપાના ભીલે વાગડમાં ચોથ લેવા જતાં ગામો લૂંટ્યાં તે વિષે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 158)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959