naphtai - Lokgeeto | RekhtaGujarati

નફટાઈ

naphtai

નફટાઈ

હું તો ઊઠું વે’લી વે’લી, જોઈ આવું નંદજીની ડેલી;

આવા વે’લા વનમાં ક્યાંથી રે, શ્રી કૃષ્ણ જી.

ગવંતરીજી ગાયું દોવે, વાંહે વા’લો ડોકાઈ જોવે;

આવા વે’મી ક્યાંથી થ્યા છો રે, શ્રી કૃષ્ણ જી.

ગવંતરીજી પાણી હાલ્યાં, વાંહે વા’લે પાલવ ઝાલ્યા;

જોવે નઈ પારકી વવારૂ દીકરી રે, શ્રી કૃષ્ણ જી.

તાળાં તો બધાં તોડી નાખ્યાં, બાર તો ઉઘાડાં મેલ્યાં;

મહી માખણ ઢોળી નાખ્યાં રે, શ્રી કૃષ્ણ જી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 238)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ઉજમશી છ. પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968