નાનો નાહોલીયો
nano naholiyo
બાઈજી કેરો બેટડો રે, નણદી કેરો વીર :
દેખી દેખી મારા નાહને, મૂંને નયણે ઝરે છે નીર રે :
નણદલ, કહો તે મહિયરિએ જાઉં રે—
નણદલ, કહો તો ભેરવજય ખાઉં રે—
નણદલ, નરસિંઘ નાહાનો નાહલો—એ ટેક.
દિને ચારે એ ધોરીડા ને રાતે રમવા જાય :
આવી સૂતો મારી ઓસરી, મૂંને ઘણી રે વિમાસણ થાય રે :
—નણદલ, કહો તો.
ઢેલ વિયાણી ઢીંકવે, ને કુંજ વિયાણી બેટ :
બાઈજી વિયાણાં બેટડે : કાં પાહોણો ન પડિયો પેટ? રે :
—નણદલ, કહો તો.
ઘોડો ભલો પણ દૂબલો, ને નાગર ભલો પણ દૂર :
નાહ ભલો, પણ નાનકડો, મારાં એયે ગયાં સૌ નૂર રે :
—નણદલ, કહો તો.
સાગ સીસમનો રેંટિયો રે, ખારા મોલાની ત્રાક :
સાસુ જાણે વહુ કાંતશે ... ... ... રે :
—નણદલ, કહો તો.
સાગ સીસમનો ઢોલિયો, ને લવિંગ કેરી ઈસ :
હું ને મારો પિયુ પોઢિયા, કઈં યે હસી ના બાંગી રીસ રે :
—નણદલ, કહો તો.
બાળું બ્રાહ્મણ! તારૂં ટીપણું, ને ત્રોડું જનોઈના ત્રાગ :
ભૂંડા! તેં અવળાં સવળાં લગન લખ્યાં, તુંને કરડે કાળુડો નાગ રે :
—નણદલ, કહો તો.
મારે આંગણે માંડવો ઘાલિયો, ને માથે છાયો છે દાભ :
હું ને મારા પિયુ ચોરીએ ચડ્યાં, તંઈયે ત્રૂટી ન પડિયો આભ રે :
નણદલ, કહો તો.
કાઠા ગોધૂમની રોટલી, ને માળવિયો ગળ માંહ :
ચોળી ચોળીને ચૂરમાં બંધાવું, જાણું માંડ મોટેરો થાય રે :
—નણદલ, કહો તો.
સસરાની વેળા ખીચડી, ને નાહોની વેળા દૂધ :
તો ય દહાડે દિંયે જાય સોસાતો, જેણે ખાટે ન કીધાં જૂધ રે :
—નણદલ, કહો તો.
સસરે સાંતિ જોડિયું, ને નાહ ખેડવાનિં જાય :
ઉથલે ઉથે લડ થડે, એવો અવતાર એળે જાય રે :
—નણદલ, કહો તો.
ઓલ્યે કંઠ ખેલ રમે, સહુ સહુ જોવા જાય :
આણે કાંઠે હું એકલી, મારો કોય સંગાથી થાય રે :
—નણદલ, કહો તો.
ન ગાઈયું ભવાઈએ ભ્રામણે, ગાયું ચારણ ભાટ :
ગાઈયું કલમી કણબણે, એ તો નાના નાહોલિયા માટ રે :
—નણદલ, કહો તો.
baiji kero betDo re, nandi kero weer ha
dekhi dekhi mara nahne, munne nayne jhare chhe neer re ha
nandal, kaho te mahiyariye jaun re—
nandal, kaho to bherawjay khaun re—
nandal, narsingh nahano nahlo—e tek
dine chare e dhoriDa ne rate ramwa jay ha
awi suto mari osari, munne ghani re wimasan thay re ha
—nandal, kaho to
Dhel wiyani Dhinkwe, ne kunj wiyani bet ha
baiji wiyanan betDe ha kan pahono na paDiyo pet? re ha
—nandal, kaho to
ghoDo bhalo pan dublo, ne nagar bhalo pan door ha
nah bhalo, pan nanakDo, maran eye gayan sau noor re ha
—nandal, kaho to
sag sisamno rentiyo re, khara molani trak ha
sasu jane wahu kantshe re ha
—nandal, kaho to
sag sisamno Dholiyo, ne lawing keri is ha
hun ne maro piyu poDhiya, kain ye hasi na bangi rees re ha
—nandal, kaho to
balun brahman! tarun tipanun, ne troDun janoina trag ha
bhunDa! ten awlan sawlan lagan lakhyan, tunne karDe kaluDo nag re ha
—nandal, kaho to
mare angne manDwo ghaliyo, ne mathe chhayo chhe dabh ha
hun ne mara piyu choriye chaDyan, taniye truti na paDiyo aabh re ha
nandal, kaho to
katha godhumni rotli, ne malawiyo gal manh ha
choli choline churman bandhawun, janun manD motero thay re ha
—nandal, kaho to
sasrani wela khichDi, ne nahoni wela doodh ha
to ya dahaDe dinye jay sosato, jene khate na kidhan joodh re ha
—nandal, kaho to
sasre santi joDiyun, ne nah kheDwanin jay ha
uthle uthe laD thaDe, ewo awtar ele jay re ha
—nandal, kaho to
olye kanth khel rame, sahu sahu jowa jay ha
ane kanthe hun ekli, maro koy sangathi thay re ha
—nandal, kaho to
na gaiyun bhawaiye bhramne, gayun charan bhat ha
gaiyun kalmi kanabne, e to nana naholiya mat re ha

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 76)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963