nandi awyan paronagte re - Lokgeeto | RekhtaGujarati

નણદી આવ્યાં પરોણાગતે રે

nandi awyan paronagte re

નણદી આવ્યાં પરોણાગતે રે

નણદી આવ્યાં પરોણાગતે રે,

ધોળિયાં ઘવાંનો શીરો કર્યો રે,

ગોટલા ધોઈને કઢી કરી રે,

ઓસાવ્યો કમોદનો ભાત રે,

ઊઠો નણદીબા ભોજન કરો રે,

વહુ બળ્યો તારો શીરો રે,

નણદી થાળી ભરી રૂપિયા આપીશું રે,

વહુ બળ્યા તારા રૂપિયા રે,

નણદી સારા જોઈને લેજો કે નણદલ લેહેરિયું રે.

નણદી સામી વળગણીએ લેહેરિયું રે,

નણદી લેઈને દીસતાં રહેજો કે નણદલ બેહેરિયું રે.

નણદી સામા તે મળસે ડુંગલા રે

નણદી લેહેરિયા સોતાં લૂંટશે કે નણદલ લેહેરિયું રે.

નણદી સામા તે મળશે વાઘલા રે

નણદી લેહેરિયા સોતાં લૂંટશે કે નણદલ લેહેરિયું રે.

નણદી સામાં તે મળશે ભૂતાં રે

નણદી લેહેરિયા સોતાં ગળશે કે નણદલ લેહેરિયું રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 217)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957