નણંદ ભોજાઈ પાણીડાંની હાર
nanand bhojai paniDanni haar
નણંદ ભોજાઈ પાણીડાંની હાર,
જોગીડો ઉતર્યો રે સતગુરુ વાડિયે;
નાની નણંદી જોગી જોવા જાય.
મોટા ઘરનાં છોરું વાડિયેં ના જાવ,
આપણી લાખેણી લાજું નંદવાશે;
નાની નણંદી જોગી જોવા જાય.
પૈણાજી કઉં છું એક જ વાત,
નણંદી મારી જોગી જોવા જાય;
નાની નણંદી જોગી જોવા જાય.
પૈણાજીને ચટકે ચડિયું રીસ,
રોઝડી ઘોડિયે પલાણ માંડિયાં;
નાની નણંદી જોગી જોવા જાય.
જઈને ઉતર્યા માંડળ શે’રને ચોક,
જઈને ઉતર્યા બવળી બજાર;
નાની નણંદી જોગી જોવા જાય.
દોશીડા વીરા, કર્યે રે ચુંદડિયુંના મૂલ,
રેશમિયા કમખાનાં રૂડાં મોળિયાં;
નાની નણંદી જોગી જોવા જાય.
ગાંધીડા વીરા, હાટડિયું ઉઘાડ,
કર્યે રે અમલ કેરાં મૂલડાં;
નાની નણંદી જોગી જોવા જાય.
ઉગી કાંય શરદ પૂનમની રાત,
ચાંદાના અજવાળે વખડાં ઘોળિયાં;
નાની નણંદી જોગી જોવા જાય.
અફીણ ઘોળીને ભર્યો વાટકો,
દીધો કાંઈ બેની બાને હાથ;
નાની નણદી જોગી જોવા જાય.
પી રે જાવ મારી માડીજાઈ બેન,
ગોઝારણ ભોજાઈ યે ઝગડા માંડિયા;
નાની નણંદી જોગી જોવા જાય.
સોડ તાણીને બેની સૂઈ ગયાં,
ભાઈએ મૂકી ત્યાં લાંબી પોક રે;
નાની નણંદી જોગી જોવા જાય.
nanand bhojai paniDanni haar,
jogiDo utaryo re satguru waDiye;
nani nanandi jogi jowa jay
mota gharnan chhorun waDiyen na jaw,
apni lakheni lajun nandwashe;
nani nanandi jogi jowa jay
painaji kaun chhun ek ja wat,
nanandi mari jogi jowa jay;
nani nanandi jogi jowa jay
painajine chatke chaDiyun rees,
rojhDi ghoDiye palan manDiyan;
nani nanandi jogi jowa jay
jaine utarya manDal she’rane chok,
jaine utarya bawli bajar;
nani nanandi jogi jowa jay
doshiDa wira, karye re chundaDiyunna mool,
reshamiya kamkhanan ruDan moliyan;
nani nanandi jogi jowa jay
gandhiDa wira, hataDiyun ughaD,
karye re amal keran mulDan;
nani nanandi jogi jowa jay
ugi kanya sharad punamni raat,
chandana ajwale wakhDan gholiyan;
nani nanandi jogi jowa jay
aphin gholine bharyo watko,
didho kani beni bane hath;
nani nandi jogi jowa jay
pi re jaw mari maDijai ben,
gojharan bhojai ye jhagDa manDiya;
nani nanandi jogi jowa jay
soD tanine beni sui gayan,
bhaiye muki tyan lambi pok re;
nani nanandi jogi jowa jay
nanand bhojai paniDanni haar,
jogiDo utaryo re satguru waDiye;
nani nanandi jogi jowa jay
mota gharnan chhorun waDiyen na jaw,
apni lakheni lajun nandwashe;
nani nanandi jogi jowa jay
painaji kaun chhun ek ja wat,
nanandi mari jogi jowa jay;
nani nanandi jogi jowa jay
painajine chatke chaDiyun rees,
rojhDi ghoDiye palan manDiyan;
nani nanandi jogi jowa jay
jaine utarya manDal she’rane chok,
jaine utarya bawli bajar;
nani nanandi jogi jowa jay
doshiDa wira, karye re chundaDiyunna mool,
reshamiya kamkhanan ruDan moliyan;
nani nanandi jogi jowa jay
gandhiDa wira, hataDiyun ughaD,
karye re amal keran mulDan;
nani nanandi jogi jowa jay
ugi kanya sharad punamni raat,
chandana ajwale wakhDan gholiyan;
nani nanandi jogi jowa jay
aphin gholine bharyo watko,
didho kani beni bane hath;
nani nandi jogi jowa jay
pi re jaw mari maDijai ben,
gojharan bhojai ye jhagDa manDiya;
nani nanandi jogi jowa jay
soD tanine beni sui gayan,
bhaiye muki tyan lambi pok re;
nani nanandi jogi jowa jay



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 252)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966