suwariya tari temble - Lokgeeto | RekhtaGujarati

સુવરિયા તારી ટેંબલે

suwariya tari temble

સુવરિયા તારી ટેંબલે

સુવરિયા તારી ટેંબલે પાચી જાર જો!

સાચા રે મોતીડે ઝૂલે કણહલાં.

સુવરડી, તું ટેંબલે ચડીને જોજે જો,

ચેટલા રે પાળા ને ચેટલા ઘોડે ચડ્યા?

સુવિરયા, કાંઈ પાળાનો નંઈ પાર જો,

રેવાતી આવે રે ધરતી ઢાંકતા.

સુવરડી, તું જોજે મારું જુદ્ધ જો,

પાળાને ચડાવું ઝાડે બેંટવે.

સુવરિયા, તું જુદ્ધડાં માંડી વાળ જો,

બચડાં છે નાનેરાં, આપણ બે જણાં.

સુવરિયા, તું જાળવજે તારું ડીલ જો,

ભમ્મરિયા ભાલે રે તુજને વેંધશે.

સુવરડી, તું જોજે મારું જુદ્ધ જો;

રેવતના કાપું રે પગના ડાબલા.

સુવરડી, તું જાજે નળને કાંઠે જો,

મોથરડી ખવરાવી બચડાં મોટાં કર્યે.

રસપ્રદ તથ્યો

‘સેનવા’ કોમની બહેનો પાસેથી સુવરદંપતિની વિષમ મનોદશાનું કરૂણચિત્ર રજુ કરતું ગીત વનથળ ગામની બહેનો પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966