સારા પરતાપ ગામ ગોઢા
sara partap gam goDha
સારા પરતાપ ગામ ગોઢા અગરના, ભવની ભાંજી મારી ભીડ રે;
ગાંગડો વા’લો લાજ્યો સે.
પૈસાનો સાબુ બજારે મળશે, ઉજ્ળા બનીને ઘેર આવો;
ગાંગડો વા’લો લાજ્યો સે.
પૈસાનો રોમાલ બજારે મળશે, છોગા મેલીને ઘરે આવો;
ગાંગડો વા’લો લાજ્યો સે.
પૈસાનો સટિયો બજારે મળશે, હાથમાં ઝુલાવતા આવો;
ગાંગડો વા’લો લાજ્યો સે.
પૈસાનાં બીડલાં બજારે મળશે, મોઢામાં ચાવતા આવો;
ગાંગડો વા’લો લાજ્યો સે.
પૈસાની બંગડી બજારે મળશે, ખીસામાં ઘાલીને આવો;
ગાંગડો વા’લો લાજ્યો સે.
sara partap gam goDha agarna, bhawni bhanji mari bheeD re;
gangDo wa’lo lajyo se
paisano sabu bajare malshe, ujla banine gher aawo;
gangDo wa’lo lajyo se
paisano romal bajare malshe, chhoga meline ghare aawo;
gangDo wa’lo lajyo se
paisano satiyo bajare malshe, hathman jhulawta aawo;
gangDo wa’lo lajyo se
paisanan biDlan bajare malshe, moDhaman chawta aawo;
gangDo wa’lo lajyo se
paisani bangDi bajare malshe, khisaman ghaline aawo;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 112)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966