rangni chuDi, pittalni chuDi - Lokgeeto | RekhtaGujarati

રંગની ચૂડી, પિત્તળની ચૂડી

rangni chuDi, pittalni chuDi

રંગની ચૂડી, પિત્તળની ચૂડી

રંગની ચૂડી, પિત્તળની ચૂડી,

સાવરીયા, નંઈ આવું હો રંગની ચૂડી.

મારા સસરા ઠગારા, હો રંગની ચૂડી.

મને લાજુ કઢાવે, હો રંગની ચૂડી.

સાસરિયે નહિ આવું હો રંગની ચૂડી.

સાસરિયો આવો હો રંગની ચૂડી.

મારી સાસુ ઠગારી હો રંગની ચૂડી.

મને પગે પડાવે, હો રંગની ચૂડી.

તારી મા છે ધૂતારી, હો રંગની ચૂડી.

તમે સાસરિયે આવો હો રંગની ચૂડી.

સાસરિયે નહિ આવું, હો રંગની ચૂડી.

મારા જેઠ ઠગારા, હો રંગની ચૂડી.

મને ઓથાં લેવડાવે, હો રંગની ચૂડી.

તારો ભાઈ ધૂતારો, હો રંગની ચૂડી.

સાસરિયે નહિ આવું હો રંગની ચૂડી.

મારી જેઠાણી ધૂતારી હો રંગની ચૂડી.

મને જેઠની ચેડેં ચલાવે હો રંગની ચૂડી.

તારી ભોજાઈ ધૂતારી હો રંગની ચૂડી.

સાસરિયે નહિ આવું હો રંગની ચૂડી.

તને ભલે હેંડાડે હો રંગની ચૂડી.

તમે સાસરિયે આવો હો રંગની ચૂડી.

મારો દિયર ધૂતારો હો રંગની ચૂડી.

મને હોળી રમાડે હો રંગની ચૂડી.

તને ભલે રમાડે હો રંગની ચૂડી.

તમે સાસરિયે આવો હો રંગની ચૂડી.

મારી દેરાણી ઠગારી હો રંગની ચૂડી.

મને રોજ હેંડાડે હો રંગની ચૂડી.

તને ભલે હેંડાડે હો રંગની ચૂડી.

સાસરિયે આવો હો રંગની ચૂડી.

મારી નણંદ ઠગારી હો રંગની ચૂડી.

મને ઠગતે રમાડે હો રંગની ચૂડી.

તને ભલે રમાડે હો રંગની ચૂડી.

તમે સાસરિયે આવો હો રંગની ચૂડી.

સાસરિયે નહિ આવું, હો રંગની ચૂડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966