nejawalo - Lokgeeto | RekhtaGujarati

નેજાવાળો

nejawalo

નેજાવાળો

નેજો નવા નગરથી આયો, નેજાવાળો રે.

માર ચિયા ભઈ ધુતારા? નેજાવાળો રે.

માર લરજીભઈ ધુતારા, નેજાવાળો રે.

મારા ચિયાં વ’વ રુ ધુતારાં? નેજાવાળો રે.

માર પમુ વવું ધુતારાં, નેજાવાળો રે.

નેજો નવા નગરથી આયો, નેજાવાળો રે.

માર ચિયાં ભઈ રઢિયાળા, નેજાવાળો રે.

માર કાનાભઈ રળિયાળા, નેજાવાળો રે.

માર ચિયાં વ’વારુ રઢિયાળાં, નેજાવાળો રે.

મારા શાન્તુ વવુ રઢિયાળા, નેજાવાળો રે.

નેજો નવા નગરથી આયો, નેજાવાળો રે.

માર ચિયાં ગામ ધુતારાં, નેજાવાળો રે.

માર હાંણદ ગામ ધુતારાં, નેજાવાળો રે.

માર ચિયાં ગામ રઢિયાળાં, નેજાવાળો રે.

માર ધોરકા ગામ રઢિયાળાં, નેજવાળો રે.

નેજો નવા નગરથી આયો નેજાવાળો રે.

રસપ્રદ તથ્યો

સાણંદ તાલુકાના રણમલગઢ ગામના કાનાભાઈ પાસેથી મળેલું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968