nandal ayan paronle re - Lokgeeto | RekhtaGujarati

નણદલ આયાં પરોણલે રે

nandal ayan paronle re

નણદલ આયાં પરોણલે રે

નણદલ આયાં પરોણલે રે, એને લાગી લે’રિયાની રઢ;

મારી નણદલ માગે લે’રિયું.

મારા બાપનું વણેલું લેરિયું રે, મારી માની પડાયેલ ભાત;

મારી નણદલ માગે લે’રિયું.

સામી કોડ્યુંમાં બાંધ્યા બળદિયા, નણંદલ, જોઈ જોઈને લઈ જાવ’

મારી નણંદલ માગે લે’રિયું.

અમે વાડામાં બાંધી ઝોટડિયું, નણદલ, જોઈ જોઈને લઈ જાવ;

મારી નણંદલ માગે લે’રિયું.

સામે આંગણે બાંધેલ ઘોડીલા, નણદલ, જોઈ જોઈને લઈ જાવ;

મારી નણંદલ માગે લે’રિયું.

‘વાટ્યે મળજો ચાર ચોરટા, લૂંટાઈ જાજ્યો મારુ રૂપાળું લે’રિયું

મારી નણદલ માગે લે’રિયું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • વર્ષ : 1966