mari nanadalbana wira - Lokgeeto | RekhtaGujarati

મારી નણદલબાના વીરા

mari nanadalbana wira

મારી નણદલબાના વીરા

મારી નણદલબાના વીરા, લાવો મારી અંગુઠડી;

તમે પાતરડીના પરણ્યા, લાવો મારી અંગુઠડી.

અંગુઠડીને કારણ મેં તો મેલ્યાંસે ઘર ને બાર.

લાવો મારી અંગુઠડી રે.

અંગુઠડીને કારણ મેં તો મેલ્યા સે મા ને બાપ,

લાવો મારી અંગુઠડી રે.

અંગુઠડીને કારણ મેં તો મેલ્યા સે ભઈ ને ભોજાઈ,

લાવો મારી અંગુઠડી રે.

અંગુઠડીને કારણ મેં તો મેલ્યો સૈયરુંનો સાથ રે.

લાવો મારી અંગુઠડી રે.

મારી નણદલબાના વીરા, લાવો મારી અંગુઠડી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966