jaDchi jataparni dikri re - Lokgeeto | RekhtaGujarati

જડચી જતાપરની દીકરી રે

jaDchi jataparni dikri re

જડચી જતાપરની દીકરી રે

જડચી જતાપરની દીકરી રે, જડચી લીયાની ભાણેજ;

જડચી જતી રૈ ચુંવાળમાં રે.

જડચીનો પત્યા કાગળ મોકલે રે, જડી મારી, એકવાર મળવા આય;

જડચી જતી રૈ ચુંવાળમાં રે.

પત્યાજી હવે ના કરશો ઓરતા રે, લસિયા છઠ્ઠીના મારા લેખ,

જડચી જતી રૈ ચુંવાળમાં રે.

જડચીની માડી માથાં કૂટતી રે, જડી મારી એકવાર મળવા આય;

જડચી જતી રૈ ચુંવાળમાં રે.

માડી, તું હવે નો માથડાં ફૂટતી રે, જેવા લસિયા મારા લેખ;

જડચી જતી રૈ ચુંવાળમાં રે.

જડચીની સૈયરું કાગળ મોકલે રે, જડી બોન ગીતડાં ગાવા આય;

જડચી જતી રૈ ચુંવાળમાં રે.

સૈયરું, હવે નો કરશો ઓરતા રે; લસિયા છઠ્ઠીના મારા લેખ.

જડચી જતી રૈ ચુંવાળમાં રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966