bhuli gayo kan, kanuDo - Lokgeeto | RekhtaGujarati

ભૂલી ગયો કાન, કાનુડો

bhuli gayo kan, kanuDo

ભૂલી ગયો કાન, કાનુડો

મજને ભૂલી ગયા કાન કાનડો રે,

જુઠી જુઠી કાનડા, તારી પરીત મારા રાજ;

મારા વા’લા, મજને ભૂલી ગયો કાન કાનડો રે,

મજને નેંદરા ના આવે, હું શું કરું રે?

મારા ખોળે કૂદે નાનું બાળ, મારા રાજ!

મારા વા’લા, મજને ભૂલી ગયો કાન કાનડો રે,

મજની સૂની પડી સેજડી રે,

રોતાં રોતાં રાત વીતી જાય મારા રાજ;

મારા વા’લા, મજને ભૂલી ગયો કાન કાનડો રે,

મજને કાગળિયો ના લસિયો હરિ હાથનો રે,

એવો કપટી જાદવો રાય મારા રાજ;

મારા વા’લા, મજને ભૂલી ગયો કાન કાનડો રે,

ભઈ, હું તો ભજું મારા નાથને રે,

એવા ચ્યમ નમેરા થયા નાથ? મારા રાજ;

મારા વા’લા, મજને ભૂલી ગયો કાન કાનડો રે.

મેતા નરસી કેરા પ્રભુ શામળા રે,

કર જોડીને લાગું પાય મારા રાજ;

મારા વા’લા, મજને ભૂલી ગયો કાન કાનડો રે,

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968