અરજણિયા ઘાયલ
arajaniya ghayal
ચાંદો ઊજ્યો ચોકમાં ઘાયેલ, ચાંદો ઊજ્યો ચોકમાં;
ઓલ્યું હરણું આથમ્યું હાલાર દેશમાં; અરજણિયા ઘાયેલ.
ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી;
આવતા-જતાનો નેડો રાખજે; અરજણિયા ઘાયેલ.
ભેસું તારી ભાલમાં ઘાયલ, ભેંસુ તારી ભાલમાં;
વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે, અરજણિયા ઘાયેલ.
ખોળામાં ખારેકડી ઘાયેલ, ખોળામાં ખારેકડી;
ખારેક ખાવાની ઝાઝી ખાંત રે, અરજણિયા ઘાયેલ.
તારે મારે ઠીક શ ઘાયેલ, તારે મારે ઠીક શ;
ઠીકના ઠેકાણે વે’લો આવજે, અરજણિયા ઘાયેલ.
તારે મારે પ્રીત શ ઘાયેલ, તારે મારે પ્રીત શ;
પેલા ભવની બંધાણી અટૂટ રે, અરજણિયા ઘાયેલ.
ઊંચી તારી મેડિયું ઘાયેલ, ઊંચી તારી મેડિયું;
નીચી મારી હેંદોળા ખાટ રે, અરજણિયા ઘાયેલ.
બંગારુંનો મારો ઘાઘરો ઘાયેલ, બંગારુનો મારો ઘાઘરો;
અમદાવાડી લીલુડાં લે’રિયાં, અરજણિયા ઘાયેલ.
રાતા કોહંબાનું કાપડું શ ઘાયલ, રાતા કોહંબાનું કાપડું
લીલી અતલસની મારી ઓઢણી, અરજણિયા ઘાયેલ.
હાલને મેણે મા’લશું ઘાયેલ, હાલને મેળે મા’લશું;
પાવા વગાડતાં મેળે પો’ચશું અરજણિયા ઘાયેલ.
chando ujyo chokman ghayel, chando ujyo chokman;
olyun haranun athamyun halar deshman; arajaniya ghayel
jhampe tari jhumpDi ghayal, jhampe tari jhumpDi;
awta jatano neDo rakhje; arajaniya ghayel
bhesun tari bhalman ghayal, bhensu tari bhalman;
wachharun waDhiyarman jholan khay re, arajaniya ghayel
kholaman kharekDi ghayel, kholaman kharekDi;
kharek khawani jhajhi khant re, arajaniya ghayel
tare mare theek sha ghayel, tare mare theek sha;
thikna thekane we’lo aawje, arajaniya ghayel
tare mare preet sha ghayel, tare mare preet sha;
pela bhawni bandhani atut re, arajaniya ghayel
unchi tari meDiyun ghayel, unchi tari meDiyun;
nichi mari hendola khat re, arajaniya ghayel
bangarunno maro ghaghro ghayel, bangaruno maro ghaghro;
amdawaDi liluDan le’riyan, arajaniya ghayel
rata kohambanun kapaDun sha ghayal, rata kohambanun kapaDun
lili atalasni mari oDhni, arajaniya ghayel
halne meine ma’lashun ghayel, halne mele ma’lashun;
pawa wagaDtan mele po’chashun arajaniya ghayel

આ ગીત બદરખા ગામનાં રામુબેન ઝાલા પાસેથી પ્રાપ્ત થયેલું છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 132)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968