waniyo - Lokgeeto | RekhtaGujarati

વાણિયો

waniyo

વાણિયો

લાવો બંદૂકું, લાવો ને ગોરિયું, લાવો લાવો તરહુરિયાં તીર રે;

ઓલ્યા વાણિયાને મારવા જી રે.

હાં હાં તે શે’રની હાંહલડી, લાયો આપડા દેશમાં જી રે.

આયો આપડા દેશ; ઓલ્યો પાંચ પીતાંબર વાણિયો જી રે.

વાલેમ હોય તો મૂલવે, જોનારી ઝોલાં ખાય જી રે.

ઊભલી ઝોકાં ખાય, ઓલ્યો પાંચ પીતાંબર વાણિયો જી રે.

લાવો બંદુકું, લાવો ગોરિયું, લાવો લાવો તરહુરિયાં તીર રે.

ઓલ્યા વાણિયાને મારવા જી રે.

કડી તે શે’રના કડલિયાં, લાયો આપડા દેશમાં જી રે.

આયો આપડા દેશ, ઓલ્યો પાંચ પીતાંબર વાણિયો જી રે.

વાલેમ હોય તો મૂલવે, જોનારી ઝોલાં ખાય જી રે.

ઊભલી ઝોકાં ખાય, ઓલ્યો પાંચ પીતાંબર વાણિયો જી રે.

લાવો બંદુકું, લાવો ગોરિયું, લાવો લાવો તરહુરિયાં તીર રે;

ઓલ્યા વાણિયાને મારવા જી રે.

તીકમ શે’રની ટીલડી રે, લાયો આપડા દેશમાં જી રે.

આયો આપડા દેશ, ઓલ્યો પાંચ પીતાંબર વાણિયો જી રે.

વાલેમ હોય તો મૂલવે, જોનારી ઝોલાં ખાય જી રે.

ઊભલી ઝોકાં ખાય : ઓલ્યો પાંચ પીતાંબર વાણિયો જી રે.

લાવો બંદુકું, લાવો ગોરિયું, લાવો લાવો તરહુરિયાં તીર રે.

ઓલ્યા વાણિયાને મારવા જી રે.

સુરજ શે’રની ચૂંદડી જી રે, લાયો આપ઼ડા દેશમાં જી રે.

આયો આપડા દેશ, ઓલ્યો પાંચ પીતાંબર વાણિયો જી રે.

વાલેમ હોય તો મૂલવે રે, જોનારી ઝોલાં ખાય જી રે.

ઊભલી ઝોકાં ખાય: ઓલ્યો પાંચ પીતાંબર વાણિયો જી રે.

લાવો બંદુકું, લાવો ગોરિયું, લાવો લાવો તરહુરિયાં તીર રે.

ઓલ્યા વાણિયાને મારવા જી રે.

રસપ્રદ તથ્યો

સાણંદના પુંજીબહેને આ ગીત ગાઈ સંભળાવેલ છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968