ચુંદડી
chundDi
આઈ આઈ રે, પાવાગઢની ચૂંદડી,
ઑરો ઑરો જીવણભાઈ ચુંદડી;
બહેની, ઑરું તો મૂલ ઝાઝાં થાય રે,
પાવાગઢની ચુંદડી.
પે’રો પે’રો પાવાગઢની ચુંદડી,
પે’રો પે’રો શાંતાબહેન ચુંદડી;
વીરા, પહેરું તો કેડ્ય ઝોલાં ખાય રે,
પાવાગઢ઼ની ચુંદડી.
ધોવો ધોવો રે પાવાગઢની ચુંદડી.
વીરા, ધોવું તો દરિયો ડ્હોળાય રે;
પાવાગઢ઼ની ચુંદડી.
સૂકવો સૂકવો પાવાગઢ઼ની ચુંદડી,
વીરા, સૂકવું તો ધરતી ઢંકાય રે;
પાવાગઢ઼ની ચુંદડી.
વાળો વાળો બેનીબા ચુંદડી,
વીરા, વાળું તો નખમાં સમાય રે;
પાવાગઢ઼ની ચુંદડી.
aai aai re, pawagaDhni chundDi,
auro auro jiwanbhai chundDi;
baheni, aurun to mool jhajhan thay re,
pawagaDhni chundDi
pe’ro pe’ro pawagaDhni chundDi,
pe’ro pe’ro shantabhen chundDi;
wira, paherun to keDya jholan khay re,
pawagaDhni chundDi
dhowo dhowo re pawagaDhni chundDi
wira, dhowun to dariyo Dholay re;
pawagaDhni chundDi
sukwo sukwo pawagaDhni chundDi,
wira, sukawun to dharti Dhankay re;
pawagaDhni chundDi
walo walo beniba chundDi,
wira, walun to nakhman samay re;
pawagaDhni chundDi
aai aai re, pawagaDhni chundDi,
auro auro jiwanbhai chundDi;
baheni, aurun to mool jhajhan thay re,
pawagaDhni chundDi
pe’ro pe’ro pawagaDhni chundDi,
pe’ro pe’ro shantabhen chundDi;
wira, paherun to keDya jholan khay re,
pawagaDhni chundDi
dhowo dhowo re pawagaDhni chundDi
wira, dhowun to dariyo Dholay re;
pawagaDhni chundDi
sukwo sukwo pawagaDhni chundDi,
wira, sukawun to dharti Dhankay re;
pawagaDhni chundDi
walo walo beniba chundDi,
wira, walun to nakhman samay re;
pawagaDhni chundDi



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 144)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જગદીશ ચાવડા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966