nain kantun! - Lokgeeto | RekhtaGujarati

નઈં કાંતું!

nain kantun!

નઈં કાંતું!

બાજરાની મુઠી ભરાવ, બાઈજી કાંતવા જાઉં,

બાજરામાં કાંકરા હોય, વહુજી, કેમ ખાશો?

મગની મુઠી ભરાવ, બાઈજી કાંતવા જાઉં,

મગ માળવિયા હોય, વહુજી, કેમ ખાશો?

તલની મુઠી ભરાવ, બાઈજી કાંતવા જાઉં,

તલ અષાઢી હોય, વહુજી, કેમ ખાશો?

તારો રેંટિયો ઊલાળી મેલ, બાઈજી નઈં કાંતું!

તારી પૂણીમાં પલીતો મેલ, બાઈજી નઈં કાંતું!

તારી માળના કટકા કર, બાઈજી નઈં કાંતું!

તારી ત્રાકડી ભાંગી નાખ, બાઈજી નઈં કાંતું!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 283)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968