nain jaun sasariye - Lokgeeto | RekhtaGujarati

નઈં જાઉં સાસરિયે

nain jaun sasariye

નઈં જાઉં સાસરિયે

વીરા, ટીલડીઓ કોની કાજ ઓરો છો?

બેની, ટીલડીઓ તારી કાજ ઓરું છું.

હું સાસરિયે નઈં જાઉં;

સાસુ સોનાના મોર માગે છે.

વીરા, હાંસડીઓ કોની કાજ ઓરો છો?

બેની, હાંસડીઓ તારી કાજ ઓરું છું.

હું સાસરિયે નઈં જાઉં,

સાસુ સોનાના મોર માગે છે.

વીરા, નથડીઓ કોની કાજ ઓરો છો?

બેની, નથડીઓ તારી કાજ ઓરું છું.

હું સાસરિયે નઈં જાઉં,

સાસુ સોનાના મોર માગે છે.

વીરા, વીંટીઓ કોની કાજ ઓરો છો?

બેની, વીંટીઓ તારી કાજ ઓરું છું.

હું સાસરિયે નઈં જાઉં,

સાસુ સોનાના મોર માગે છે.

વીરા કડલા કોની કાજ ઓરો છો?

બેની, કડલા મારી કાજ ઓરું છું,

હું સાસરિયે નઈં જાઉં,

સાસુ સોનાના મોર માગે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 204)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968