nahin jaun hun jamna pani - Lokgeeto | RekhtaGujarati

નહીં જાઊં હું જમના પાણી

nahin jaun hun jamna pani

નહીં જાઊં હું જમના પાણી

નહીં જાઊં હું જમના પાણી રે મા!

મને ખીજવે તે સહિયર સમાણી રે મા!

મારી સહિયરો તે મે’ણાં દે છે રે મા!

જળ જમના તે જમના કાંઠડે રે મા!

પેલો કા’નજી કાદવ છાંટે રે મા!

વા’લો છેલ કરે છે છાની રે મા!

હું કાંઇએ સમજું નાની રે મા!

વા’લો કરે નૈણના ચાળા રે મા!

મેં તો કા’ન વર સાંભળ્યા કુંવારા રે મા!

હુંને કા’ના વરને પરણાવો રે મા!

મારી વ્રજમાં તે વાત વખાણો રે મા!

મળી સરખે ને સરખી જોડ રે મા!

તું ને પોંખણામાં પોંચશે કોડ રે મા!

એવા કાનજી છે વર રૂડા રે મા!

હુંને અખંડ પહેરાવે ચુડા રે મા!

મારે કૃષ્ણ જેવો વર રંગી રે મા!

મારો જનમ જનમ કેરો સંગી રે મા!

એવા કરશનના ગુણ ગાઈએ રે મા!

પેલી કુબ્જાએ રાખ્યા વાહી રે મા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968