nahi awun ho nandjina lal - Lokgeeto | RekhtaGujarati

નહિ આવું હો નંદજીના લાલ

nahi awun ho nandjina lal

નહિ આવું હો નંદજીના લાલ

નહિ આવું હો નંદજીના લાલ, મૈ’ડાં અમારાં રે;

વા’લા વળગો મા વિઠ્ઠલરાય, અમે નહિ તમારાં રે;

કા’ન, તારે ને મારે આજ, થાશે જોયા જેવી રે;

મારે માથે છે મહી કેરાં માટ, ગોરસ ગોળી રે.

કા’ન, કાંકરડી મત નાખ, વળતાં વાગે રે;

મારી સાસુડી ચતુર સુજાણ, ઝબકીને જાગે રે;

તમે આયરિયાની જાત, કંઈ ના જાણો રે;

માટી લાખ ટકાની લાજ, એક વાર રાખો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 119)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968