rayanun towa henDi ’lya jhamaku - Lokgeeto | RekhtaGujarati

રાયણું ટોવા હેંડી ’લ્યા ઝમકુ

rayanun towa henDi ’lya jhamaku

રાયણું ટોવા હેંડી ’લ્યા ઝમકુ

રાયણું ટોવા હેંડી ’લ્યા ઝમકુ રાયણું હોવા હેંડી;

એને કઈડ્યો કાળુડો નાગ રે, ઝમકુ નાડોદી!

સસરોજી વાટયું જોવે, ઝમકુનો સસરો વાટયું જોવે;

મારા લાજે રે મલાજા ઘરે આવે રે, ઝમકુ નાડોદી!

સાસુડી વાટ્યું જોવે, ઝમકુની સાસુડી વાટયું જોવે;

મારી હીયાના હાર ઘરે આવો રે, ઝમકુ નાડોદી!

જેઠજી વાટયું જોવે, ઝમકુનો જેઠજી વાટયું જોવે;

મારી લાખેણી લાજું ઘરે આવો રે, ઝમકુ નાડોદી!

જેઠાણી વાટયું જોવે, ઝમકુની જેઠાણી વાટયું જોવે;

મારી નાનેરી વઉજી ઘરે આવો રે, ઝમકુ નાડોદી!

દીયોરીયો વાટયું જોવે, ઝમકુનો દીયોરીયો વાટું જોવે;

મારી ભાભલડી ઘરે આવો રે, ઝમકુ નાડોદી!

પૈણોજી વાટયું જોવે, ઝમકુંનો પૈણો વાટયું જોવે;

મારી ભવે ભવની જોડી ઘરે આવો રે, ઝમકુ નાડોદી!

અંદણ ચંદણની ચેયું બળે, ઝમકુની ચેયું બળે;

કાંય રોવે આખું ગામ રે, ઝમકુ નાડોદી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 255)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966