Dolariyo chhatrino chhanyo re - Lokgeeto | RekhtaGujarati

ડોલરિયો છતરીનો છાંયો રે

Dolariyo chhatrino chhanyo re

ડોલરિયો છતરીનો છાંયો રે

ડોલરિયો છતરીનો છાંયો રે, વાલમ નાનેરો.

તમે એક વાર કડી શે’ર જાજ્યો રે, વાલમ નાનેરો,

કડીનાં કડલાં લાવો રે, વાલમ નાનેરો;

લાવો તો બે જોડી લાવજો રે, વાલમ નાનેરો,

ઘરે સોક્ય તડાકા લેશે રે, વાલમ નાનેરો.

તમે એક વાર ટીકર શે’ર જાજ્યો રે, વાલમ નાનેરો,

તમે ટીકરની ટીલડી લાવો રે, વાલમ નાનેરો;

લાવો તો બે જોડી લાવો રે, વાલમ નાનેરો,

ઘરે સોક્ય તડાકા લેશે રે, વાલમ નાનેરો,

તમે એક વાર હાંહલ શે’ર જાજ્યો રે, વાલમ નાનેરો,

તમે હાંહલની હાંહડી લાવો રે, વાલમ નાનેરો,

લાવો તો બે જોડી લાવો રે, વાલમ નાનેરો,

ઘરે સોક્ય તડાકા લેશે રે, વાલમ નાનેરો,

તમે એક વાર માંડળ શે’ર, જાજ્યો રે, વાલમ નાનેરો,

માંડળના મોમના લાવો રે, વાલમ નાનેરો;

લાવો તો બે જોડી લાવો રે, વાલમ નાનેરો,

ઘરે સોક્ય તડાકા લેશે રે, વાલમ નાનેરો.

તમે એક વાર સૂરત શેર જાજ્યો રે, વાલમ નાનેરો,

સૂરતની સાડીયું લાવો રે, વાલમ નાનેરો;

લાવો તો બે જોડી લાવો રે, વાલમ નાનેરો,

ઘરે સોક્ય તડાકા લેશે રે, વાલમ નાનેરો.

તમે એક વાર મારવાડ જાજ્યો રે, વાલમ નાનેરો,

મારવાડી મોજડી લાવો રે, વાલમ નાનેરો;

લાવો તો બે જોડી લાવો રે, વાલમ નાનેરો,

મારી સોક્ય તડાકા લેશે રે, વાલમ નાનેરો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 256)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966