nadi kinare uncho kel - Lokgeeto | RekhtaGujarati

નદી કિનારે ઊંચો કેળ

nadi kinare uncho kel

નદી કિનારે ઊંચો કેળ

નદી કિનારે ઊંચો કેળ મારા વાલા રે

કેળને ચેવાં ચેવાં પાંન મારા વાલા રે

કેળને લીલાં પીળાં પાંન મારા વાલા રે

કેળને ચેવાં ચેવાં કેળ મારા વાલા રે

કેળને લીલાં પીળાં કેળ મારા વાલા રે

કેળ તો કેને કેને જોઈએ મારા વાલા રે

કેળ તો લાડેણાને જોઈએ મારા વાલા રે

કેળ તો લાડેણો ખાય રે મારા વાલા રે

રસપ્રદ તથ્યો

(વર ફૂલેક (વરઘોડામાં) નીકળે છે ત્યારે બૈરાં ગાય છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 156)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959