thala jawun chhe - Lokgeeto | RekhtaGujarati

ઠાલા જાવું છે

thala jawun chhe

ઠાલા જાવું છે

ઠાકરમંદર જાઉં તો મારા પગડા રે દુઃખે;

ઘરબાર ઉઘાડા રે’ છે.

રામનામ લઉં તો મારી જીભલડી રે દુઃખે;

પરનિંદા પ્યારી લાગે છે.

પુનદાન કરં તો મારા હાથડિયા રે દુઃખે;

પૈસો પ્યારો લાગે છે.

એમ તેમ કરતાં રામનાં તેડાં રે આવ્યાં;

જમડાં જીવ લેવા આવ્યા છે.

ધરમરાજા આગળ જઈને ઉભાં રે રાખ્યાં;

પાપ ને પુન્ય વંચાવે છે.

નથી કર્યું પુન્ય, ને નથી કર્યું પાપ;

આવ્યા એવા ઠાલા જાવું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 195)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ખોડીદાસ પરમાર, શીલાબેન મેરૂભાઈ, જીવીબેન ડોડિયા, રતનબેન વેગડ, જીવીબેન ચૌહાણ, વખતબેન પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968