mrigaya - Lokgeeto | RekhtaGujarati

મૃગયા

mrigaya

મૃગયા

રામ લખમણ બે બંધવા, શામળિયા જી રે.

બેઉ બંધવ શિકાર રમવા નીસરા, શામળિયા જી રે.

રામને તે લાગી તરસેલી, શામળિયા જી રે.

ઝાડે ચઢીને જળ જોયાં, શામળિયા જી રે.

પેલી દિશે સરોવર પાળ, શામળિયા જી રે.

પોંણીલા પીને ઘર પૂઈછાં, શામળિયા જી રે.

કેના ઘરની બેટડી વઉવારુ, શામળિયા જી રે.

પઈણેલી કે બાળે કુંમારી? શામળિયા જી રે.

રાજા જનકની બેટડલી, શામળિયા જી રે.

નથી પઈણી, છું બાળકુંમારી, શામળિયા જી રે.

દાબળી તે કાજળ મરદીંગાં, શામળિયા જી રે.

દાબળી તે કંકુ મરદીંગાં, શામળિયા જી રે.

સૈયેરોની ઓંખઙલી ઓંગાવો, શામળિયા જી રે.

સૈયેરોની ટીલળી ચોઙાવો, શામળિયા જી રે.

સૂરજ શેરના જોષીઙા તોઙાવો, શામળિયા જી રે.

સૈયેરોનાં લગનિયાં જોઙાવો, શામળિયા જી રે.

સાગ કેરી થોંભલિયો વઙાવો, શામળિયા જી રે.

લીલા પીળા વોંસડિયા વઙાવો, શામળિયા જી રે.

તેનો રૂડો મોંઙવડો રચાવો, શામળિયા જી રે.

સમળા કેરાં પોંદઙિયાં મંગાવો, શામળિયા જી રે.

સમળા કેરી ડાળખી મંગાવો, શામળિયા જી રે.

તેને રૂડા મોંડવઙે બંધાવો, શામળિયા જી રે.

એંબા કેરાં પોંદડિયાં મંગાવો, શામળિયા જી રે.

તેનાં રૂઙાં તોરણિયાં બંધાવો, શામળિયા જી રે.

ગંગા કેરી ગોરમટી મંગાવો, શામળિયા જી રે.

તેની રુડી ચોરીઓ બંધાવો, શામળિયા જી રે.

લીલા પીળા ચોખલિયા પીલાવો, શામળિયા જી રે.

તેની રૂડી ચોરીઓ ચિતરાવો, શામળિયા જી રે.

ગુજર ગામનાં ગુજરિયાં મંગાવો, શામળિયા જી રે.

તેને રૂડાં ચોરીએ મુકાવો, શામળિયા જી રે.

પઈણાંરે પઈણાં સીતા ને સરીરામ, શામળિયા જી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 232)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966