મોરલિયો ઘૂમે છે
moraliyo ghume chhe
ઝીંઝવીના ઝાડવા હેઠ, મોરલિયો ઘૂમે છે.
આ રમેશભાઈ મારા વીરા, મોરલિયો ઘૂમે છે.
આ રંભા વહુને કાઢી મેલ, મોરલિયો ઘૂમે છે.
આ મારવાડથી મારવણ લાવું, મોરલિયો ઘૂમે છે.
ઝીંઝવીના ઝાડવા હેઠ, મોરલિયો ઘૂમે છે.
આ કાનજીના ભાઈ મારા વીરા, મોરલિયો ઘૂમે છે.
આ કાંતા વહુને કાઢી મેલ, મોરલિયો ઘૂમે છે.
આ સુરતથી શેઠાણી લાવું, મોરલિયો ઘૂમે છે.
ઝીંઝવીના ઝાડવા હેઠ, મોરલિયો ઘૂમે છે.
આ વનરાવન મારા વીરા, મોરલિયો ઘૂમે છે.
આ વિજ્યા વહુને કાઢી મેલ, મોરલિયો ઘૂમે છે.
આ નગરથી નાગરાણી લાવું, મોરલિયો ઘૂમે છે.
ઝીંઝવીના ઝાડવા હેઠ મોરલિયો ઘૂમે છે.
આ લાલજીભાઈ મારા વીરા, મોરલિયો ઘૂમે છે.
આ લાભુ વહુને કાઢી મેલ, મોરલિયો ઘૂમે છે.
આ વેરાવળથી વાણિયણ લાવું, મોરલિયો ઘૂમે છે.
jhinjhwina jhaDwa heth, moraliyo ghume chhe
a rameshbhai mara wira, moraliyo ghume chhe
a rambha wahune kaDhi mel, moraliyo ghume chhe
a marwaDthi marwan lawun, moraliyo ghume chhe

a kanjina bhai mara wira, moraliyo ghume chhe
a kanta wahune kaDhi mel, moraliyo ghume chhe
a suratthi shethani lawun, moraliyo ghume chhe

a wanrawan mara wira, moraliyo ghume chhe
a wijya wahune kaDhi mel, moraliyo ghume chhe
a nagarthi nagrani lawun, moraliyo ghume chhe
jhinjhwina jhaDwa heth moraliyo ghume chhe
a laljibhai mara wira, moraliyo ghume chhe
a labhu wahune kaDhi mel, moraliyo ghume chhe
a werawalthi waniyan lawun, moraliyo ghume chhe

આ જ રીતે દરેક બહનોનાં અમે ભાઈઓના નામ લઈને ગીત આગળ વધતું જાય છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 52)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968