manDanno chor - Lokgeeto | RekhtaGujarati

મનડાંનો ચોર

manDanno chor

મનડાંનો ચોર

પીળો રોમાલિયો, ને ચાંદલિયાની કોર;

મંઈ જડ્યાં માણેક ને મોતી, કે

કા’ન મારા મનડાંનો મોર સે.

મેળાની વાટે જાતાં, ઊડ્યો રોમાલિયો;

જઈ પડ્યો કા’ન તારે છોગે, કે

કા’ન મારા મનડાંનો મોર સે.

લાવોને કા’ન, મારો રેશમી રોમાલિયો,

નકર થાશે જોયા જેવી, કે

કા’ન મારા મનડાંનો મોર સે.

એવા રોમાલ ગોરી, કંઈક મારી કેડે,

એંધાણી લાવો તો આલું, કે

કા’ન મારા મનડાંનો મોર સે.

મારા રોમાલને કા’ન, ચાંદલાની કોર સે,

ચાંદલા ને મોતીજડ્યા મોર, કે

કાન મારા મનડાંનો મોર સે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 233)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ઉજમશી છ. પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968