ઢેલડી રીસાણી
DhelDi risani
મોર બોલે, ને ઢેલડી રીસાણી, તારે શેનો જોઈ શણગાર!
એક વાર બોલોને; ઢેલડી રીસાણી.
ડોક પરમાણે દાણિયું લઈ આવજો, ઝરમરની બબ્બે જોડ;
એક વાર બોલોને; ઢેલડી રીસાણી.
મોર બોલે, ને ઢેલડી રીસાણી, તારે શેનો જોઈ શણગાર!
એક વાર બોલોને; ઢેલડી રીસાણી
હાથ પરમાણે ચુડલી લઈ આવજો, બંગડીની બબ્બે જોડ;
એક વાર બોલોને; ઢેલડી રીસાણી.
મોર બોલે, ને ઢેલડી રીસાણી, તારે શેનો જોઈ શણગાર!
એક વાર બોલોને; ઢેલડી રીસાણી.
પગ પરમાણે કડલાં લઈ આવજો, કાંબિયુંની બબ્બે જોડ;
એક વાર બોલોને; ઢેલડી રીસાણી.
mor bole, ne DhelDi risani, tare sheno joi shangar!
ek war bolone; DhelDi risani
Dok parmane daniyun lai aawjo, jharamarni babbe joD;
ek war bolone; DhelDi risani
mor bole, ne DhelDi risani, tare sheno joi shangar!
ek war bolone; DhelDi risani
hath parmane chuDli lai aawjo, bangDini babbe joD;
ek war bolone; DhelDi risani
mor bole, ne DhelDi risani, tare sheno joi shangar!
ek war bolone; DhelDi risani
pag parmane kaDlan lai aawjo, kambiyunni babbe joD;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 49)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968