morli re mara dariaman wage - Lokgeeto | RekhtaGujarati

મોરલી રે મારા દરીઆમાં વાગે

morli re mara dariaman wage

મોરલી રે મારા દરીઆમાં વાગે

મોરલી રે મારા દરીઆમાં વાગે,

વગાડે વણદીનો વીરો રે, ચાલ જોવા જઈએ.

બાઈજી રે મને કંઠી ગડાવો,

કંઠી ગડાવીને ગુગરી મેલાવો;

ગુગરીનો ઝમકારો રે, ચાલ જોવા જઈએ.

બાઈજી રે મને દાણીયું ગડાવો,

દાણીયું ગડાવી માંય ગુગરી મેલાવો;

ગુગરીનો ઝમકારો રે, ચાલ જોવા જઈએ.

મોરલી રે મારા દરિયામાં વાગે,

મોરલી રે મારા દરિયામાં વાગે;

વગાડે નદણીનો વીરો રે, ચાલ જોવા જઈએ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 212)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966