mograni kaliye manDan - Lokgeeto | RekhtaGujarati

મોગરાની કળીએ મનડાં

mograni kaliye manDan

મોગરાની કળીએ મનડાં

મોગરાની કળીએ મનડાં મોયાં સીતાબેન, (2)

મનડાં મોયા હોય તો પરણજો સીતાબેન ... મોગરાની.

તમારા જેવો દેખાવ નથી, તમારા જેવો સ્વભાવ નથી,

મનડા મોયા હોય તો પરણજો સીતાબેન ... મોગરાની.

તમારા જેવા ચતુર નથી, તમારા જેવા શોખીન નથી,

મનડાં મોયા હોય તો પરણજો સીતાબેન ... મોગરાની.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963